લિબિયાની તેલકંપનીઓ બંધ થવાથી ભારે નુકસાન

Wednesday 04th May 2022 08:10 EDT
 
 

ટ્રિપોલીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવ આસમાને છે ત્યારે લિબિયાની ઓઇલ કંપનીઓ બંધ થઈ જવાથી દેશને દિવસના હજારો ડોલરનું નુકસાન ભોગવવું પડે છે. લિબિયાના ઓઈલ અને ગેસમંત્રી મોહમ્મદ ઓઉને જણાવ્યું છે કે, દિવસદીઠ માંડ 600,000 બેરલ ઉત્પાદન થાય છે, જે અગાઉના ઉત્પાદનથી અડધું છે.

બેરલનો 100 ડોલરનો ભાવ ગણીએ તોપણ દિવસનું 60 મિલિયન જેટલું નુકસાન થતું હોવાનું ઓઉને જણાવ્યું છે. તાનાશાહ મોઅમ્મર ગદ્દાફી વિરુદ્ધ 2011ના નાટો-સમર્થિત બળવા પછી તેનું પતન થયું હતું અને દસ વર્ષથી આ ઉત્તર આફ્રિકન દેશ સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ એપ્રિલ મધ્યથી લિબિયાનાં બે મોટાં નિકાસગૃહો અને કેટલીક તેલકંપનીઓ દેશના આંતરિક રાજકીય જૂથવાદનો ભોગ બન્યાં હોવાનું કહેવાય છે. બાશાગાને મદદ કરી રહેલાં પૂર્વીય લિબિયન દળોએ તેલ કંપનીઓને બળજબરીથી તાળાં લગાવવા મજબૂર કરી દીધી છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter