વિમાન દુર્ઘટનામાં નાઈજીરીયન આર્મીના વડાનું મૃત્યુ

Tuesday 25th May 2021 17:01 EDT
 

લાગોસઃ નાઈજીરીયન આર્મીના વડા લેફ્ટનન્ટ ઈબ્રાહિમ અત્તાહિરુનું કડુમામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનમાં વિમાન લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિતા દસ અધિકારીઓનું મૃત્યુ થયું હતું.
નાઈજીરીયાના એરફોર્સે જણાવ્યું કે વિમાન કડુમા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરી રહ્યું હતું તે સમયે આ બનાવ બન્યો હતો.
પ્રમુખ મુહામ્દુ બુહારીએ જણાવ્યું કે આ દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે.  
૫૪ વર્ષીય જનરલ અત્તાહિરુએ લશ્કરના ઉચ્ચ અધિકારીઓમાં થયેલી ફેરબદલીમાં ગયા જાન્યુઆરીમાં જ આ હોદ્દો સંભાળ્યો હતો.
એક દાયકાથી લાંબી જેહાદીઓની બળવાખોરી સામે લડવામાં લશ્કરની કાર્યદક્ષતા વધારવાની સરકારની યોજનાના ભાગરૂપે આ ફેરફાર થયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter