વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરવા ગ્રોસરી વાઉચર્સની ઓફર

Tuesday 22nd February 2022 16:48 EST
 

ગૌટેંગઃ ૫૦ અને તેથી વધુ વયના હજુ સુધી કોવિડ ૧૯ વેક્સિનેશન ન કરાવનારા  લોકોને જેબ લેવા પ્રોત્સાહિત કરવા દક્ષિણ આફ્રિકાના આર્થિક હબ ગૌટેંગ દ્વારા તેમને ગ્રોસરી વાઉચર્સ ઓફર કરાયા છે. ગૌટેંગના હેલ્થ ડિપાર્ટમેન્ટની જાહેરાતમાં જણાવાયું છે કે શું આપની વય ૫૦+ છે અને આપે હજુ સુધી વેક્સિન નથી લીધી ? વેક્સિન લો અને આપનું ૨૦૦ રેન્ડ (૧૩.૨૬ ડોલર)નું ગ્રોસરી વાઉચર મેળવો. આ ઓફર  #IchooseVaccination #VaccinesSaveLives ઓફર ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.
ગૌટેંગમાં પાટનગર પ્રિટોરિયા અને સૌથી મોટા શહેર જોહાનિસબર્ગનો સમાવેશ થાય છે. ત્યાં કોવિડ – ૧૯ના દેશના સૌથી વધુ ૧,૧૮૧,૧૧૭ (૩૨.૪ ટકા) કેસ નોંધાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter