વેસ્ટ આફ્રિકામાં ભારતના ડિઝલની નિકાસો વધી

Wednesday 04th February 2026 05:19 EST
 

લંડનઃ રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર ઈયુ દ્વારા પ્રતિબંધ મૂકાયા પછી વેસ્ટ આફ્રિકામાં ભારતના ડિઝલની નિકાસો વધી ગઈ હોવાનું શિપિંગ ડેટામાં જણાવાયું છે. ઈયુએ રશિયન ક્રુડમાંથી તૈયાર ફ્યૂલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ભારતે ઈયુને ડિઝલની નિકાસ બંધ કરી દીધી છે અને તેના બદલે વિક્રમી પ્રમાણમાં વેસ્ટ આફ્રિકામાં ડિઝલની નિકાસ વધારી દીધી છે જ્યારે તુર્કી દ્વારા ઈયુને ડિઝલની નિકાસમાં ઘટાડો થયો છે.

કેપ્લેરના અનુસાર 2025માં ભારતના સીબોર્ન ક્રુડ આયાતોમાં 30 ટકા હિસ્સો રશિયન ક્રુડનો હતો જ્યારે તુર્કીની સીબોર્ન આયાતોમાં તેનો હિસ્સો 48 ટકાનો હતો. ભારતે જાન્યુઆરીમાં કોઈ ડિઝલ ઈયુને મોકલ્યું નથી. જ્યારે 2025માં માસિક સરેરાશ 137,000 બેરલ્સ પ્રતિ દિન (bpd) ડિઝલની નિકાસ કરી હતી જે ઈયુને ડિઝલની નિકાસ કરતો ત્રીજો સૌથી મોટો નિકાસકાર હતો. ઈયુ દ્વારા 21 જાન્યુઆરીએ પ્રતિબંધ મૂકાયો તે પહેલા તુર્કીએ જાન્યુઆરીમાં આશરે 45,000 bpd ડિઝલની નિકાસ ઈયુને કરી હતી જે 2025ના માસિક 87000 bpd કરતાં ઘણી ઓછી હતી

તાજેતરના વર્ષોમાં ભારતમાં રિલાયન્સ ઈયુ માટે સૌથી મોટી ફ્યૂલ નિકાસકાર રહી છે. જ્યારે તુર્કીમાં આઝરબૈજાનની સરકારી સોકાર માલિકીની સ્ટાર ઓઈલ રિફાઈનરી સૌથી મોટી ટર્કિશ ઓઈલ નિકાસકાર છે. વેસ્ટ આફ્રિકામાં ભારતની ડિઝલ નિકાસ ડિસેમ્બર સુધીમાં વધીને સૌથી વધુ 155,000 બેરલ્સ પર ડે રહી હતી, જ્યારે જાન્યુઆરીમાં તેનું પ્રમાણ આશરે 84,000 બેરલ્સ પ્રતિ દિન રહેવાની સંભાવના છે. ઈયુ દ્વારા યુએસ અને મિડલ ઈસ્ટ દેશોમાંથી ફ્યૂલની આયાત જાન્યુઆરીમાં ત્રણ મહિનાના સર્વોચ્ચ શિખરે રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter