સાઉથ આફ્રિકન સ્પીકર સામે લાંચનો આક્ષેપ

Tuesday 02nd April 2024 13:59 EDT
 
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકન પ્રોસિક્યુટર્સે પાર્લામેન્ટના સ્પીકર નોસિવિવે માપિસા-એનક્વાકુલા સામે લાંચ તરીકે ડિસેમ્બર 2016થી જુલાઈ 2019ના ત્રણ વર્ષના ગાળામાં 135,000 ડોલર્સ અને મોંઘી વિગ સ્વીકાર્યાનો આક્ષેપ લગાવ્યો છે. તેઓ દેશના ડિફેન્સ મિનિસ્ટર હતાં ત્યારે લાંચ લીધી હોવાનું કહેવાય છે. તેમણે અન્ય105,000 ડોલરની લાંચની માગણી પણ કરી હતી જે પૂર્ણ કરાઈ ન હોવાનું પણ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું. જોકે, હજુ તેમની ધરપકડ થઈ નથી કે ચાર્જીસ લગાવાયા નથી. સત્તાવાળાઓ દ્વારા તેમને આક્ષેપોની પૂરતી માહિતી અપાઈ નથી અથવા યોગ્ય કાર્યવાહી કરાઈ નથી તેવો દાવો સ્પીકરે કોર્ટની સુનાવણીમાં કર્યો હતો. તેઓ હાલ સ્પીકરની ભૂમિકા પરથી ગેરહાજરીની રજા પર ઉતરી ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter