જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સમાં ગત સપ્તાહે ભારે વરસાદ અને હિમવર્ષાથી સર્જાયેલા ભારે પૂરના કારણે 30 બાળકો સહિત 90થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પૂરમાં સ્કૂલ બસ તણાઈ જવાથી 6 વિદ્યાર્થી મોતને બેટ્યા હતા. હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અને ઘણા લોકો હજુ લાપતા છે.
ભીષણ પૂરના કારણે સંખ્યાબંધ મકાનોને નુકસાન પહોંચ્યુ હતું અને 2686 લોકો ઘરવિહોણા બની ગયા હોવાનું સરકારે જણાવ્યું હતું. અનેક કાર પૂરના ધસમસતાં પાણીમાં તણાઈ ગઈ હતી. વીજ સપ્લાય ઠપ થતાં હજારો ઘરમાં અંધારપટ છવાયો હતો. બચાવટીમોએ લાપતા લોકોની શોધખોળ આદરી હતી. કેટલાક સ્થળોએ પૂરના પાણી 13 ફૂટ જેટલા જણાયા હતા. જોહાનિસબર્ગથી દક્ષિણે 800 કિલોમીટરના અંતરે આવેલા મ્થાથા શહેરમાં પૂર અને ભૂસ્ખલનોથી ભારે તારાજી સર્જાઈ હતી