સાઉથ આફ્રિકાના પોલીસ ચીફ સસ્પેન્ડ

Wednesday 29th April 2026 08:48 EDT
 

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પોલીસ ચીફ ફેની માસેમોલાને ભ્રષ્ટ પોલીસ કોન્ટ્રાક્ટ સંબંધિત નાણાકીય કાયદાઓના ભંગ કરવાના ચાર્જીસ બદલ પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ ચીફ ફેની માસેમોલા ગત મંગળવારે કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને ફ્રોડ, ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગ માટે શકમંદ અન્ય 12 સીનિયર પોલીસ અધિકારીઓ સાથે ફરી હાજર થશે. માસેમોલા સામેના આરોપ પોલીસ સર્વિસમાં એકાઉન્ટિંગ ઓફિસર તરીકેની જવાબદારી સંબંધિત છે. માસેમોલા સામે ટ્રાયલ ચાલશે ત્યાં સુધી કાર્યવાહક પોલીસ કમિશનર તરીકે પુલેન્ગ ડિમ્પાનેની નિમણૂક કરવામાં આવી છે.

માસેમોલા સામે પોલીસ ઓફિસરોને હેલ્થ અને કલ્યાણ સર્વિસીસ પૂરી પાડવા 21 મિલિયન ડોલરના કોન્ટ્રેક્ટ આપવા સંદર્ભે પબ્લિક ફાઈનાન્સ મેનેજમેન્ટ એક્ટના ભંગના ચાર આરોપ છે. કહેવાય છે કે કેટલાક પોલીસ ઓફિસરોએ કોન્ટ્રાક્ટ મેળવનારાઓ પાસેથી લાંચ લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter