સાઉથ સુદાનના પૂરગ્રસ્ત ગામોમાં તીવ્ર ભૂખમરો

Tuesday 30th March 2021 15:43 EDT
 

જૂબાઃ ગયા સમરમાં આવેલા અકલ્પનીય ભારે પૂર પછી ઉત્તરી સાઉથ સુદાનના નાના શહેર ઓલ્ડ ફંગકના લોકો હાલ વાવણી કરતાં હોવા જોઈએ. પરંતુ, પૂરના પાણી હજુ ઓસર્યા નથી. લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે અને હવે તેઓ તીવ્ર ભૂખમરો વેઠી રહ્યા છે.
અસામાન્ય રીતે ગયા જુલાઈમાં ભારે વરસાદ શરૂ થયો અને વ્હાઈટ નાઈલ નદીમાં પૂર આવ્યું. ખેતરોમાં પાકનો નાશ થયો. મકાનોને ભારે નુક્સાન થયું. જોંગ્લેઈ અને અન્ય રાજ્યોને ખૂબ અસર થઈ. સૂકી જમીનના એક પટ્ટા માટે પણ લોકો તરસી ગયા છે. મેદાનો હજુ પાણીમાં ગરકાવ છે. ઓલ્ડ ફંગકના સેન્ટ્રલ માર્કેટમાં ઉત્પાદનો પહોંચાડતા ૬૨માંથી ૪૫ ગામ પૂરના પાણીથી નાશ પામ્યા છે.
યુએન દ્વારા જણાવાયું હતું કે દેશમાં પૂરને લીધે ૧.૬ મિલિયન લોકોને અસર થઈ હતી.  જ્યારે ૭.૫ મિલિયન લોકોને મદદની જરૂર છે. કુપોષણને પહોંચી વળવા ૧૫ સંસ્થાઓની પહેલ ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેસન (IPC)ના અહેવાલ મુજબ દેશની અડધી વસ્તી એટલે કે ૬.૪ મિલિયન લોકોને ૨૦૨૧માં અન્નની તીવ્ર અસુરક્ષાનો સામનો કરવો પડશે. તેમાંના અડધા લોકો માટે અન્નની અછત તેમની કટોકટી બનશે.  
તે વખતે થયેલું અનાજ લોકો માટે સ્પ્રિંગ સુધી ચાલ્યું હોત. પરંતુ, તમામ પાક નાશ પામ્યો હતો. લોકો બંધ પડેલી સ્કૂલોમાં અથવા ઉંચી ટેકરીઓ પર ખૂલ્લામાં સૂએ છે.  
સૂકા વિસ્તારોમાં સ્થળાંતર કરવાનો કોઈ પ્રશ્ર જ નથી કારણ કે માઈલો સુધી પૂરના પાણી છે. ઓલ્ડ ફંગક દેશના બાકીના ભાગથી છૂટું પડી ગયું છે. જોકે, ત્યાંના લોકો હાર માન્યા નથી. ફરી બધું સારું થશે તેવી તેમને આશા છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter