સુદાનના પાંચ ફૂટબોલરનું નાઈલમાં ડૂબી જતાં મોત

Tuesday 08th March 2022 13:11 EST
 

ખાર્તુમઃ સુદાનના પાટનગર ખાર્તુમમાં નાઈલ નદીમાં બોટ ડૂબી જતાં તેમાં સવાર સુદાનના પાંચ ફૂટબોલ ખેલાડીઓનું મૃત્યુ થયું હતું. થર્ડ ડિવિઝન થર્ડ ડિવિઝન  ટીમ નેવિગેશનના ખેલાડીઓ શેન્ડીનથી બોટમાં અલ મતામા શહેરમાં થર્ડ ડિવિઝન લીગમાં મેચ રમવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. નાઈલમાં આવી દુર્ઘટના નવી નથી. ઘણી વખત બોટ પણ જૂની અને બિનસલામત હોય છે. સમરમાં નાઈલમાં પૂર આવે છે ત્યારે આવી દુર્ઘટનાનું પ્રમાણ વધી જાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter