અલ ફાશેરઃ સુદાનમાં આર્મી ફોર્સીસ અને બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે ચાલી રહેલા જંગમાં અલ ફાશેર શહેર પર RSFનો કબજો થવાના પગલે બાળકો અને મહિલાઓ સહિત 1000થી વધુ નાગરિકો હિજરત આરંભી નોર્થ ડારફૂરના ટાવિલા શહેરમાં જઈ પહોંચ્યા છે. અલ ફાશેરના પતન પછી RSF દ્વારા 2000થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ જોઈન્ટ ફોર્સીસ દ્વારા કરાયો હતો.
બીજી તરફ, અલ ફાશેરથી 55 કિલોમીટર દૂરના શહેર ટાવિલા પર સુદાન લિબરેશન આર્મી જૂથે અંકુશ મેળવ્યો છે. યુ એન દ્વારા જણાવાયું હતું કે ડઝનબંધ નિઃશસ્ત્ર લોકો ઠાર કરાયા હોય અથવા મોતને ભેટ્યા હોય અને આજુબાજુ RSFના સૈનિકો ઉભા હોય તેવા વીડિયોઝ ફરી રહ્યા છે. અહેવાલો અનુસાર અલ ફાશેરથી નૈઋત્યમાં આ વેલા ગાર્ને ખાતે વધુ હજારો નાગરિકો RSF અને સાથીદળો વચ્ચે ફસાયા છે. 5થી 10 મિલિયન સુદાનીઝ પાઉન્ડ (6,000 થી 12,000 બ્રિટિશ પાઉન્ડ)ની ખંડણી ચૂકવી નહિ શકવાથી તેઓને મુક્ત કરાતા નથી.

