સુદાનમાં બળવાનો નિષ્ફળ પ્રયાસઃ ૨૧ને અટકમાં લેવાયા

Wednesday 29th September 2021 02:30 EDT
 

ખાર્તુમઃ સુદાનના લશ્કરી વડાઓએ રાજકારણીઓ પર આંતરિક વિખવાદોમાં વ્યસ્ત રહેવાનો અને લોકોના હિતની અવગણના કરીને બળવાના પ્રયાસ માટે માર્ગ મોકળો કર્યો હોવાનો  આક્ષેપ કર્યો હતો.
સુદાનના લાંબા સમયથી શાસક રહેલા ઉમર અલ બશીરને સત્તા પરથી ઊથલાવી દેવાના ઓગસ્ટ ૨૦૧૯ના સત્તા વહેંચણીના સોદા હેઠળ સુદાનનું શાસન સોવેરીન કાઉન્સિલ તરીકે ઓળખાતી લશ્કરી અને સિવિલ સંયુક્ત સંસ્થા દ્વારા કરવામાં આવે છે. લશ્કરી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ગયા સોમવારે વહેલી સવારે સત્તા હસ્તગત કરવાનો પ્રયાસ કરનારા ૨૧ અધિકારીઓને અટકમાં લેવાયા હતા. જોકે સત્તા હડપવાની આ ચેતવણી ને લીધે સુદાનની મધ્યવર્તી સરકારમાં લશ્કરી અને મુલ્કી ભાગીદારો વચ્ચે તંગદિલી વધી ગઈ છે.
ઓમ્દુરમાનમાં મિલિટરી ગ્રેજ્યુએશન પ્રસંગે સોવેરીન કાઉન્સિલના હેડ જનરલ અબ્દેલ ફતાહ અલ - બુરહાન અને ડેપ્યુટી જનરલ મોહમ્મદ હમદાન દગાલોએ રાજકારણીઓ પર વ્યક્તિગત લાભ મેળવવા પ્રયાસો કરતા હોવાનો અને ક્રાંતિના ઉદ્દેશો ભૂલી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter