સેંકડો યુગાન્ડાવાસીઓને નકલી કોવિડ – ૧૯ વેક્સિન અપાઈ

Wednesday 28th July 2021 02:52 EDT
 
 

કમ્પાલાઃ ગયા મહિને યુગાન્ડામાં લગભગ ૮૦૦ લોકોએ માન્ય નહીં કરાયેલા લોકો પાસેથી નકલી કોવિડ – ૧૯ વેક્સિન લીધી હતી. હાલ ચાલી રહેલી ચોથી લહેરમાં કોરોનાના કેસોમાં થયેલા વધારા સામે દેશ ઝઝૂમી રહ્યો છે.  
ગયા મે અને જૂન મહિનામાં કોરોના વાઈરસમાં આવેલા ઘાતક ઉછાળા દરમિયાન યુગાન્ડામાં લોકોને નકલી વેક્સિન અપાઈ હતી. તે સમયે કેસો વિક્રમજનક ઉંચાઈએ પહોંચ્યા હતા અને દરરોજ સંક્રમણના નવા લગભગ ૧,૭૦૦ કેસ નોંધાતા હતા. હેલ્થ સર્વિસીસ મોનિટરિંગ યુનિટના ડિરેક્ટર ડો. વોરન નામારાએ જણાવ્યું હતું કે    
વેક્સિનની અછત ચાલતી હતી ત્યારે છેતરપિંડી કરનારા લોકોએ કોર્પોરેટ કર્મચારીઓ સહિત વેક્સિન મેળવવા માટે નાણાં ખર્ચનારા લોકોને લક્ષ્ય બનાવ્યા હતા. કૌભાંડીઓએ નકલી વેક્સિન લગાવવા માટે લોકો પાસેથી ૮૦,૦૦૦ અને ૫૦૦,૦૦૦ યુગાન્ડન શિલિંગ્સ (૨૫થી ૧૨૦ ડોલર) વસૂલ્યા હતા. આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે સરકાર નિયત કરેલા વેક્સિનેશન સ્થળોએ મફત અને માન્યતાપ્રાપ્ત કોવિડ – ૧૯ વેક્સિન આપે છે.   તેમણે ઉમેર્યું કે આ કૌભાંડમાં બે લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે એક મેડિકલ ડોક્ટર લાપતા છે. ટેસ્ટમાં વાયલ્સમાં કશું જોખમી ન હોવાના સંકેત મળતા નકલી વેક્સિન મેળવનારા લગભગ ૮૦૦ લોકોને સાવચેત કરાયા ન હતા. કેટલીક વાયલ્સમાં પાણી હોવાનું તેમણે ઉમેર્યું હતું.  
૧૮મી જૂને ૪૨ દિવસનું લોકડાઉન જાહેર કરાયા પછી કોરોના કેસોની સંખ્યા બુધવારે ઘટીને ૨૫૨ પર પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter