સ્કૂલો ૭૭ અઠવાડિયાથી બંધ રહેતા વિદ્યાર્થીઓ ખાણકામમાં જોડાયા

Wednesday 03rd November 2021 08:47 EDT
 
 

કમ્પાલાઃ આફ્રિકાના કેટલાંક વિસ્તારોમાં કેટલાંક કારણોસર સ્કૂલે જવાની વયના બાળકો સ્કૂલના સમય દરમિયાન ખાણમાં કામ કરતા હોય છે. જોકે, યુગાન્ડાના બુસીયામાં કોવિડ – ૧૯ સંક્રમણ શરૂ થયું ત્યારથી માઈનિંગ એ સ્કૂલનો વિકલ્પ બની ગયો છે. ૧૬ વર્ષીય એનેટ એઈટાએ જણાવ્યું કે લાંબા સમય સુધી સ્કૂલથી દૂર રહેવાથી તેને વાંચવાની કોઈ ઈચ્છા થતી નથી. સ્કૂલમાં અગાઉ શું શીખવવામાં આવ્યું હતું તે પણ ભૂલી જવાય છે.    
યુગાન્ડામાં છેલ્લાં ૭૭ અઠવાડિયા કરતાં વધુ સમયથી સ્કૂલો બંધ છે. આટલા લાંબા સમય સુધી દુનિયામાં ક્યાંય સ્કૂલો બંધ રહી નથી. વિદ્યાર્થીઓ તેમના કેટલાંક ટીચર્સ સાથે ધોમધખતી ગરમીમાં ખાણમાં કામ કરતા હોય છે. આ કામથી સામાન્ય રીતે બાળક દિવસના બે ડોલર કમાય છે, જે તેને વપરાયેલા શૂઝ ખરીદવા માટે પૂરતા છે. અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ મીઠું અથવા સાબુ જેવી વસ્તુઓ ખરીદવામાં તેમના માતા પિતાને મદદ કરે છે.
ખાણકામ કરતા ગોડફ્રી ઓબ્વિને જણાવ્યું મહામારીની અસર માત્ર શિક્ષણ પર થઈ નથી. આર્થિક પ્રવૃત્તિઓ પર ખરાબ અસર થઈ છે જેને લીધે બાળકોને અસ્તિત્વ ટકાવવા માટે ખાણકામમાં જોડાવું પડ્યું છે.  ફ્રી રેડિયો સેટ્સ દ્વારા લેસનનું પ્રસારણ કરવાના રાષ્ટ્રીય પ્રોગ્રામનો વિચાર સાકાર થયો નહીં અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણાં બાળકો પાસે લર્નિંગ મટિરિયલ નથી. સ્કૂલો દ્વારા જરૂરતમંદ બાળકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter