હોટલ રવાન્ડા હીરોની સજા સામે વકીલોએ અપીલ કરી

Wednesday 27th October 2021 06:59 EDT
 

કિગલીઃ ‘હોટલ રવાન્ડા’ હીરો ૬૭ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયાને આતંકવાદના આરોપસર ફરનાવવવામાં આવેલી ૨૫ વર્ષની જેલની સજાના હાઈ કોર્ટના ચુકાદા સામે રવાન્ડાના પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા અપીલ કરવામાં આવી હતી. અપીલમાં પ્રોસિક્યુશન જીતી જશે તો તેમને આજીવન કેદનો સામનો કરવો પડશે. આ કેસના સહઆરોપીઓને ૨૦ વર્ષની જેલ કરાઈ હતી.

દરમિયાન, સહઆરોપી કેલિક્સ્ટ ન્સાબીમાના ઉર્ફે સંકરાના વકીલ મોઈસ ન્કુન્દાબારાશિએ જણાવ્યું હતું કે તેમના અસીલને કરાયેલી સજા અને કેટલાંક આરોપો સામે તેમણે અપીલ કરી છે.  

૨૦ સપ્ટેમ્બરે પૌલ રુસેસાબેગ્નિયા અને અન્ય ૧૯ સહઆરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને રવાન્ડામાં ૨૦૧૮ અને ૨૦૧૯નાં ગન, ગ્રેનેડ અને આગચંપીના હુમલા કરવા માટે બળવાખોર ગ્રૂપમાં સંડોવણી અને આતંકવાદ માટે સજા ફરમાવવામાં આવી હતી. તે હુમનવ લોકો માર્યા ગયા હતા અને માલમિલ્કત લૂંટી લેવાઈ હતી અથવા તેનો નાશ કરાયો હતો.    
૧૯૯૪ માં થયેલા નરસંહારમાં ૧,૦૦૦ વંશીય તુત્સીસને બચાવવા બદલ પૌલ રુસેસાબેગ્નિયાની પ્રશંસા થઈ હતી. તેમની આ કામગીરીથી પ્રેરાઈને હોલિવુડ ફિલ્મ હોટલ રવાન્ડા બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter