• DRકોંગોની બોટમાં આગ લાગીઃ 150થી વધુના મોત

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 22nd April 2025 12:53 EDT
 

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપલ્બિક ઓફ કોંગોમાં કોંગો નદીમાં લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. મતાનકુમુ બંદરેથી બોલોંબો ક્ષેત્ર તરફ જઈ રહેલી મોટરબોટ આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં ઊંધી વળી ગઈ હતી અને અફરાતફરી મચી હતી. બોટમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે લગભગ ૫૦૦ લોકો હતા. લોકોએ આગથી બચવા નદીમાં છલાંગ મારી હતી.

• ઝામ્બિયામાં કરોડોના સોના અને રોકડ સાથે ભારતીય ઝડપાયો

લુસાકાઃ ઝામ્બિયાના લુસાકા ખાતે કેનેથ કોન્ડા એરપોર્ટ પર 2.32 મિલિયન ડોલરની રોકડ, પાંચ લાખ ડોલરના સોના સાથે દુબઈ જઈ રહેલા 27 વર્ષીય ભારતીય તસ્કરની ધરપકડ કરાઈ હતી. પોલીસને શક થતાં તેની સૂટકેસનું ચેકિંગ કરાયું હતું જેમાંથી સોનાની સાત ઈંટ અને નોટોના બંડલ્સ મળી આવ્યાં હતાં. ઝામ્બિયા ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને જણાવ્યા મુજબ આ ગુનામાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. ઝામ્બિયામાં અગાઉ 2023માં પાંચ ઇજિપ્શિયન નાગરિકો 127 કિલો સોના અને કરોડો રૂપિયા સાથે પકડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter