પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo)માં ભારે વરસાદના પગલે રુબાયા કોલ્ટાન ખાણમાં જમીનો ધસી પડવાથી ઓછામાં ઓછાં 200 લોકોના મોત નીપજ્યાની આશંકા છે. આ ખાણ 2024થી બળવાખોર જૂથ M23 ના તાબામાં છે. મૃતકોમાં ખાણિયાઓ, બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. 20 જેટલા ઈજાગસ્ત સારવાર હેઠળ છે. સંખ્યાબંધ લોકો હજુ ખાણમાં ફસાયેલા છે તેમજ બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની દહેશત છે.

