1100 ભારતીય વિદ્યાર્થી પર મંડરાતી ડિપોર્ટેશનની તલવારઃ મોટા ભાગના ગુજરાતી

Wednesday 12th July 2023 13:33 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા 1100 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલી દેશે. આ સાથે જ ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકન ડ્રીમ ખતમ થઇ જશે. એક લાખ રૂપિયા સુધી નાણાં આપીને ભારતમાં હોટેલ રૂમથી બનાવટી રીતથી ટોફેલ, આઇલ્સ અને જીઆરઆઇ પરીક્ષા પાસ કરીને અમેરિકાની બે ડઝન પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યાનો ભાંડો ફૂટતા આ વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટ કરાશે. આ તમામ પરીક્ષા વિદેશમાં એડમિશનની પાત્રતા માટે હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાથી એફબીઆઇ ટીમ ગુજરાત જશે. ટેક્સાસ, ન્યૂ યોર્કની લગભગ 2 ડઝન યુનિવર્સિટીએ પણ બનાવટી રીતે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી છે. આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી અમેરિકામાં અભ્યાસ કરે છે.
હાઇટેક ફ્રોડ
પરીક્ષામાં હાઇટેક રીતે આ ફ્રોડ કરાયું હતું. વિદ્યાર્થીઓ માટે હોટલના રૂમ બુક કરાવ્યા હતા અને તેને ઘરનું રૂપ અપાયું હતું. જે પણ ઓનલાઇન સવાલ આવતા હતા ત્યારે વિદ્યાર્થીઓના લેપટોપની નીચે લગાવાયેલા સ્પાય કેમેરાથી તેને જોઇને બીજા રૂમમાં બેઠેલી વ્યક્તિ બ્લૂ ટૂથ કીબોર્ડથી વિદ્યાર્થી તરફથી જવાબ લખતો હતો. પરીક્ષા દરમિયાન અમેરિકાના ઇન્વિજિલેટરને શંકા ન જાય તે માટે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન માત્ર ટાઇપિંગ કરવાનું નાટક કરવાનું કહેવામાં આવ્યું હતું.
વડોદરા અને સુરતથી પ્રવેશનું રેકેટ ચલાવનારા મહેશ્વરા, ચંદ્રશેખર અને સાગર હિરાણીએ ‘વોઇસ ઓફ ઇમિગ્રેશન’ નામથી વેબસાઇટ લોન્ચ કરી હતી. વિદ્યાર્થીઓને ટોફેલ, જીઆરઇ અને આઇલ્સમાં 90 ટકા સુધી ઊંચા માર્ક્સ અપાવ્યા. ઇમિગ્રેશન ડીલ પણ
કરાતી હતી. વિદ્યાર્થીઓને યુએસમાં પીઆરનો વાયદો કરાતો હતો. તેના માટે અલગ પૈસા વસૂલાતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter