નવરાત્રિના આગમનને વધાવવા ખેલૈયાઓ તેમના કોસ્ચ્યુમ સાથે તૈયાર છે ત્યારે અનુજ મુદલિયારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિક પાઘડી તૈયાર કરી છે. અનુજે ‘ઓપરેશન સિંદૂર’ની થીમ સાથે પાઘડી ડિઝાઈન કરી છે. આ પાઘડી બનાવવા પાછળ આશરે 45 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે અને પાઘડીનું વજન 3.5 કિલોગ્રામ છે. આ પાઘડી સાથે મેચિંગ કેડિયાનું વજન 4થી 5 કિલોગ્રામ છે. પાઘડીમાં ‘ઓપરેશન સિંદૂર’ થીમને અનુરૂપ ફાઈટર જેટ પ્લેન, મિસાઈલ, મશીનગનની પ્રતિકૃતિ મુકાઈ છે. આઉટફિટમાં જેકો મોતીથી ‘ઓપરેશન સિંદૂર’, રાષ્ટ્રીય ધ્વજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર તૈયાર કરાઈ છે.