4 મિલિયન ડોલરના હેલ્થ ઇન્સ્યુરન્સ ફ્રોડ કેસઃ ન્યૂ યોર્કનો કેવલ પટેલ દોષિત

Tuesday 19th December 2023 09:15 EST
 
 

ન્યૂ યોર્ક: ગુજરાતી મૂળના એક અમેરિકનને 40 લાખ ડોલરથી વધુ રકમની પબ્લિક હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમમાં છેતરપિંડી આચરવા બદલ દોષિત ઠેરવાયો છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યૂ જર્સીમાં વેસ્ટ ન્યૂ યોર્કના 54 વર્ષીય કેવલ પટેલને ઓનલાઇન છેતરપિંડી, આરોગ્ય સારસંભાળ છેતરપિડી અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ સાત ડિસેમ્બરે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
કેવલ પટેલે દવાઓના માર્કેટિંગ માટે એબીસી હેલ્થી લિવિંગ એલએલસી નામની કંપની બનાવી તેનું સંચાલન કર્યું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે કેવલ પટેલ અને તેના સાથીઓએ નેવાર્કમાં ક્લિનિક ચલાવી રહેલા ભારતીય મૂળના ડોક્ટરનો સંપર્ક સાધી તેને એવી દવા લખવા મનાવ્યો જેની દર્દીઓની જરૂર જ નહોતી. તેના બદલામાં કેવલ પટેલ અને તેના સાથીઓને કમિશન મળતું હતું.
કેવલ પટેલે પડતર વધારવા અને પોતાની ગેરકાયદે આવક વધારવા દવા મેન્યુફેકચર્સ સાથે મળી દવાઓમાં બિનજરૂરી સામગ્રી ભેળવવાનું કાવતરું ઘડયું હતું. એટર્ની ફિલિપ શેલિંગરે જણાવ્યું હતું કે કેવલ પટેલને અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ રોબર્ટ બી કુગલેરની સામે ચાલેલી 11 દિવસની સુનાવણીમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેને આગામી એપ્રિલમાં સજા સંભળાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter