AI 171ઃ ટેઇક ઓફ કર્યાની સેકન્ડ્સમાં તો અગનગોળો

Tuesday 17th June 2025 08:09 EDT
 

એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI 171 બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે 23 પરથી રવાના થયું હતું. આ વિમાન કેપ્ટન સમીર સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર ઉડાડી રહ્યા હતા. કેપ્ટન સભરવાલને 8200 કલાક જ્યારે કો-પાયલટને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. પાઇલટે એટીસીને મેડે કોલ આપ્યો હતો. જોકે, એટીસીના જવાબ સામે વિમાનમાંથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. આ પછી, વિમાન 625 ફૂટની ઊંચાઈથી નીચે આવવા લાગ્યું અને આગનો ગોળો બની નીચે પડયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter