મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથનની પુનઃ નિમણૂકના આદેશ સોમવારે કરાયા છે. કૈલાસનાથનની નિમણૂક ૮ ઓગસ્ટથી મુખ્ય પ્રધાનના કાર્યકાળ સુધી રહેશે. મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ સાત ઓગસ્ટે શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ કૈલાસનાથનની નિમણૂકના વિધિવત આદેશ થયા ન હતા. જોકે મુખ્ય પ્રધાનની સૂચનાથી તેમણે કામગીરી ચાલુ રાખી હતી.

