અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓ ઓક્સિજનના અભાવે ટપોટપ મરી રહ્યા છે. ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ ઓક્સિજન મેળવવા દોડધામ મચાવી છે. હકીકતમાં એક વર્ષ પહેલાં ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીસીજીએ)એ સરકારને ચેતવી હતી કે, કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ઓક્સિજનની અછત સર્જાશે.