સુરતઃ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ અને આઇટીના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની રૂ. ૨.૭૦ કરોડની સંપત્તિ અંગે તપાસ આદરી છે. પીવીએસ સામે અગાઉ આવકવેરા વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક પ્રકારની ગડબડ મળી હતી. આઇટીની તપાસના અધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી. હાલમાં એટેચ કરાયેલી સ્થાવર અને જંગમ મિલકતની બજાર કિં. રૂ. આઠ કરોડ છે.
પીવીએસ શર્મા હાલ જેલમાં
પીવીએસ શર્મા ઉપરાંતના બે આરોપીઓ હાલ જેલમાં છે. સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓએ કરેલી જામીન અરજી નામંજૂર કરી હતી. પીવીએસ દ્વારા હાલ હાઇ કોર્ટમાં અરજી કરાઇ છે.
એટેચ થયેલી મિલકતો
• ૨૪ લાખની ફિક્સ ડિપોઝિટ
• સવેરા કોમ્પલેક્સની દુકાન
• નોવો કોમ્પલેક્સ ખાતેના બે ફ્લેટ્સ
• પલસાણામાં આવેલો એક પ્લોટ અને ઘર
• વેસ્ટર્ન બિઝનેસ પાર્કની એક ઓફિસ
• કરુણસાગર ખાતેના બે પ્લોટ














