અમદાવાદઃ ઈડીએ પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની દિલ્હી તથા નોઇડામાં નિશા ગ્રૂપમાં હોટલ, લક્ઝુરિયસ ફ્લેટ તથા મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ મળીને કુલ રૂ. ૧૪.૧૫ કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ગુજરાતના પૂર્વ IAS સંજય ગુપ્તાની કંપનીને અપાતાં સંજય ગુપ્તાએ બોગસ કંપનીઓનાં રજિસ્ટ્રેશન કરાવી કોઈ પણ ખરીદી કર્યા વગર બોગસ બિલો રજૂ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાંનું બહાર આવ્યું હતું. અમદાવાદ EDએ સંજય ગુપ્તા સામે મની લોન્ડરિંગની ફરિયાદ નોંધીને અગાઉ પણ સંજય ગુપ્તાની કેટલીક મિલકતો ટાંચમાં લીધી હતી.