FBIનો ભાગેડુ તિલક જોષી અમદાવાદમાંથી ઝડપાયો

Saturday 10th April 2021 05:04 EDT
 

અમદાવાદઃ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલસેન્ટરનો ઓથોરાઈઝર ઝડપાયો છે.
સાયબર ક્રાઇમે પકડેલો તિલક સંજયભાઇ જોષી કોઈ એક કોલસેન્ટર સાથે નહી, પરંતુ ઘણા કોલસેન્ટરના સંચાલકો સાથે મળી છેતરપિંડી કરતો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકાની તપાસ એજન્સી FBIનો ભાગેડુ તિલક જોષી તેના સેટેલાઇટ સ્થિત ફલેટમાંથી કોલ સેન્ટર ચલાવતો હતો.
તિલક જોશી પોતે કોલ સેન્ટર જ નહોતો ચલાવતો, પરંતુ ગુજરાત અને તેની બહાર ચાલતા કોલ સેન્ટરોમાં ઓથોરાઈઝર તરીકે કામ કરતો અને છેતરપિંડીની ૨૫ ટકા રકમ મેળવી લેતો હતો.
સાયબર ક્રાઈમે તેની પાસેથી ૮ મોબાઇલ, ચાર લેપટોપ અને છ કાર્ડ સ્વાઈપ સ્વાઈપ મશીન કબજે કર્યા છે. ઉપરાંત આરોપી પાસેથી અન્ય કોલ સેન્ટરના સંચાલકોની માહિતી મળી છે.
તિલક જોશીએ પૂછપરછમાં ખૂલ્યું છે કે દેશભરના કોલ સેન્ટરોમાં જે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા તેમનો ડેટા સંચાલકો તિલકને મોકલી આપતા હતા.
બાદમાં તિલક જોષી પોતે વિદેશી નાગરિક બનીને ગ્રાહકની ખોટી ઓળખ ઊભી કરી જે તે બેંકમાં વેરિફિકેશન કરાવતો હતો. આ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ બાદ ભોગ બનનારના રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થતા હતા. તિલક આ નાણાંમાંથી ૨૫ ટકા જેવું તગડું કમિશન
મેળવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter