અમદાવાદઃ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વપ્રમુખ કે. ટી. પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ કિરીટ પટેલ અને સેક્રેટરી અરવિંદ ગજેરા સામે શારીરિક શોષણ અને રૂ. ૩૨ લાખની છેતરપિંડી કરતી આક્ષેપ સાથેની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટની યુવતીએ પહેલા ત્રણેય ઉદ્યોગપતિઓ સામે ફરિયાદ અરજી કરી હતી જેના પગલે ત્રણેયના નિવેદનો લીધા પછી ફરિયાદ દાખલ કરી છે. જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તે ત્રણેય ઉદ્યોગપતિઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમાયા છે. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની ફરિયાદ બાદ ત્રણેય વ્યક્તિઓ અંગે ગાઢ તપાસ આદરી દેવામાં આવી છે.

