GTUના નવા વાઇસ ચાન્સેલર ડો. નવીનચંદ્ર સેઠ

Wednesday 21st December 2016 07:48 EST
 
 

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ ડો. નવીનચંદ્ર શેઠની નિમણૂક તાજેતરમાં થઈ છે. મુખ્ય પ્રધાને ડો. શેઠની નિમણૂકની જાહેરાત ૧૯મી ડિસેમ્બરે કરી હતી. શિક્ષણ ક્ષેત્રે ૩૭ વર્ષની કારકિર્દી ધરાવનાર ડો. શેઠ જીપીએસસીના સભ્ય તરીકે તેમ જ એઆઇસીટીઇના બોર્ડ ઓફ ફાર્મસી એજ્યુકેશનના અધ્યક્ષપદે સેવાઓ આપી રહ્યા છે. જીટીયુ પૂર્વ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલનો કાર્યકાળ ગત સાતમી જૂને પૂર્ણ થયા બાદ કાર્યકારી કુલપતિ તરીકે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજ્જરને ચાર્જ સોંપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter