અમદાવાદ: આઇઆઇએમ અમદાવાદના રિટાયર્ડ પ્રોફેસર અને ફાઉન્ડિંગ ફાધર વસંત મોટેનું ૯૩ વર્ષની વયે ૨૫મીએ ઝાયડસ હોસ્પિટલમાં નિધન થયું હતું. વસંત મોટે પ્લાનિંગ ઓફિસર તરીકે કેલિકો મિલમાં કામ કરતા હતા. ૧૯૬૨માં આઇઆઇએમ અમદાવાદમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા હતા અને ૧૯૯૩માં તેઓ નિવૃત્ત થયાં હતાં. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ભારતની જાણીતી કન્સલ્ટન્સી કંપનીઓમાં સેવા આપી હતી. તેમના ક્લાયન્ટ લિસ્ટમાં બિન્ની લિમિટેડ કંપની પણ હતી. તેમણે નોર્થ કેરોલિના સ્ટેટ યુનિ., અમેરિકાથી આંકડાશાસ્ત્રમાં ડોક્ટરેટ હાંસલ કરી હતી.

