અમદાવાદઃ આઇઆઇએમ ઉદેપુરના નવા ચેરમેન તરીકે અમદાવાદની જાણીતી કોર્પોરેટ કંપની ઝાયડસ કેડીલા હેલ્થકેરના ચેરમેન અને એમડી પંકજ પટેલની પાંચ વર્ષ માટે નિમણૂક કરાઇ છે જ્યારે બોર્ડ ઓફ ગર્વનર્સના સભ્ય તરીકે રાજીવ વસ્તુપાલની નિયુક્તિ કેન્દ્રના એચઆરડી મંત્રાલયે કરી છે. પહેલા આઇઆઇએમ ઉદેપુરના ચેરમેન તરીકે હિન્દુસ્તાન મોટર્સ લિમિટેડના ચેરમેન સી. કે. બીરલા હતા. હવે પંકજભાઇ પટેલ આવતા અઠવાડિયાથી નવો હોદ્દાનો ચાર્જ સંભાળશે. પંકજ પટેલ ગુજરાત યુનિવર્સિટીની ફાર્મા એન્ડ ફાર્માસ્યૂટિકલ ટેકનોલોજીની માસ્ટર ડિગ્રી અને યુનિવર્સિટી ઓફ મુંબઇની લો ડિગ્રી ધરાવે છે. ફિક્કીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે.૨૦૦૬માં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે રહ્યા હતા.

