IIM-અમદાવાદના ડિરેક્ટર આશિષ નંદાનું રાજીનામું

Wednesday 03rd May 2017 08:22 EDT
 
 

અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)- અમદાવાદના ડિરેક્ટર આશિષ નંદાએ તેમનો એક વર્ષ કાર્યકાળ બાકી હતો ત્યારે જ ૨૭મીએ રાજીનામું આપી દીધું છે. રાજીનામા માટે તેમણે વ્યક્તિગત કારણ આપ્યું છે. આઈઆઈએમ-એના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન કુમારમંગલમ બિરલાએ નંદાનું રાજીનામું સ્વીકારી લીધું છે અને સપ્ટેમ્બર સુધી તેમને કામગીરી ચાલુ રાખવા કહ્યું છે. નંદાએ સપ્ટેમ્બર-૨૦૧૩માં આ હોદ્દો સંભાળ્યો હતો તેમણે કહ્યું કે પરિવારથી અલગ રહેવાનું તેમના માટે કપરું કામ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter