ગાંધીનગરઃ ગુજરાત કેડરના ૨૦૧૫ બેચના IPS અધિકારી સંદીપ ચૌધરીની કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર કેબિનેટ સેક્રેટરિયેટ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિગ)માં અન્ડર સેક્રેટરીના દરજ્જે ચાર વર્ષ માટે તાજેતરમાં નિમણૂક થઈ છે. સંદીપ ચૌધરી અત્યાર સુધી વડોદરામાં ઝોન ૨માં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા.