અમદાવાદઃ ભારતમાં આઈએસઆઈએસ દ્વારા જુનુદ-ઉલ-નિલાફા ફિલ હિંદ નામનું નવું સંગઠન ખૂલ્યું હોવાનો ખુલાસો એનઆઈએ દ્વારા કરાયો છે. જુહાપુરાનો અને હાલમાં બેંગ્લુરુ જેલમાં રહેતો આલમઝેબ આફ્રિદી ‘નીમ્બુઝ ટ્રિલિયન અને ટેલીગ્રામ’ નામની મોબાઈલ એપના માધ્યમથી અન્ય ત્રાસવાદીઓ સાથે બે વર્ષથી સંપર્કમાં હોવાના પુરાવા મળી આવ્યા છે. ત્રાસવાદી અમઝદખાન ઉર્ફે અયાન ખાન સલાફીની એનઆઈએ દ્વારા દિલ્હીમાં આઇએસઆઈએસના ગુનામાં ધરપકડ થતા પર્દાફાશ થયો છે. સાઉદી અરેબિયાથી ડિપોર્ટ થયેલા ત્રાસવાદીના ઘટસ્ફોટથી ગુજરાતનું ગૃહવિભાગ જાગી ઊઠ્યું છે


