અમદાવાદઃ અમેરિકાના ખ્યાતનામ કાષ્ટ કલાકાર જ્યોર્જ નાકાસીમા દ્વારા બનાવાયેલી લાકડાઓની વસ્તુઓનું પ્રદર્શન વિશ્વવિખ્યાત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માં કરાયું હતું. આ દરમિયાન નાકાસીમાની ખુરશી ચોરાઇ જતાં ઉહાપોહ મચી ગયો હતો. આ ખુરશીની કિંમત રૂ.પિયા ૨.૫૦ લાખ હતી. આ મામલે એનઆઇડી દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગુનેગારને પકડવા માટે તપાસનો દોર શરૂ કરી દીધો છે.


