NRIને પોતાના અબજો રૂપિયાની મૂંઝવણ

Wednesday 09th November 2016 11:32 EST
 
 

ગાંધીનગરઃ અમેરિકા, બ્રિટન, કેનેડા તેમજ યુરોપના વિવિધ દેશો સહિતના વિદેશોમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયો પાસે કરોડોની કેશ હોય છે. આ કેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટો જ હોય છે. વિદેશી ભારતીયો અવાર-નવાર ભારતમાં આવ-જા કરતા હોવાથી પોતાની પાસે લાખથી માંડી ૫થી ૧૦ લાખના દરની ચલણી નોટો સાથે હોય છે. જેમની પાસે ૧થી ૨ લાખની કેશ પડી છે તેઓ ટિકિટ ભાડું અને પોતાનો સમય બગાડીને ભારતમાં રકમ જમા કરાવવા નહીં આવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાની જાહેરાત કરી તેની અમેરિકા-લંડનમાં તો તુરંત જ ખબર પડી ગઇ હતી. મોદીના આ નિર્ણય સામે બિનનિવાસી ભારતીયોમાં રોષ દેખાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter