ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચલણમાંથી તાત્કાલિક અસરથી રૂ. ૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની ચલણી નોટ રદ કરતાં દેશમાં રહેતાં જ નહીં, વિદેશમાં ખાસ કરીને અમેરિકા, ઇંગ્લેન્ડ તથા અખાતી દેશોમાં વસતા ભારતીયો, ગુજરાતીઓની ચિંતા વધી ગઇ છે.
વિશેષ કરીને છેલ્લા દસેક વર્ષથી રિયલ્ટી સેક્ટરમાં આવેલી તેજી તેમજ વડિલો પાર્જિત મિલકતોના નિકાલથી મળેલી ઉપરની મલાઇને ભારતીય બેંકોના લોકરોમાં મુકી રાખેલી નોટોના વહીવટ માટે હવે તાબડતોબ દોડવું પડે એમ છે. અમેરિકા, ઇંગ્લેન્ડમાં વસતા અનેક ગુજરાતીઓએ જેમ બને એમ જલદી અમદાવાદ પહોંચવા એર ટિકિટો બુક કરાવી છે.
ગુજરાતમાંથી મોટાભાગે અમેરિકામાં મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે. આવા અનેક પરિવારોએ પોતાના વતનમાં વડિલો પાર્જિત મિલકતોમાં જેટલા વ્હાઇટના હતા તેને તેમણે બેકિંગ રેગ્યુલેશનનો ઉપયોગ કરીને પોતાના ખાતામાં અથવા તો વિદેશ ભેગા કરી લીધા છે. પરંતુ ઉપરના બ્લેક મનીને રોકડ સ્વરૂપે બેંકના લોકરોમાં ભરી રાખ્યા છે.

