હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે. સમુદ્ર, નદી કે તળાવ નજીકમાં ન હોય તો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવીને, સાંજના સમયે તેમાં પાણી ભરી ખુલ્લામાં મૂકી દેવામાં આવે છે અને વહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘસ્નાન કહેવાય છે. અમદાવાદમાં આવેલી SGVP મેમનગર ગુરુકુળ હોસ્ટેલમાં રહેતા 500 વિદ્યાર્થીમાંથી 350 વિદ્યાર્થીઓ આવા માઘ સ્નાનમાં સ્વેચ્છાએ જોડાયા છે.


