અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં કોરોના મહામારીને લઈને મંદિરની પૂજા વિધિમાં પાબંધી લગાવવામાં આવી હતી. મંદિરમાં થતી પાવડી પૂજા પણ બંધ કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજે મંદિરમાં પાવડી પૂજા ચાલુ કરવા માગ કરી હતી ત્યારે હાલમાં બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી ઓછી થતાં અને બ્રહ્મ સમાજની માંગણીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર વહીવટી સમિતિ દ્વારા આઠમીથી પાવડી પૂજા થઈ શકશે તેવું જાહેર કર્યું હતું.
કોરોનાના ગ્રહણના કારણે વર્ષોથી ચાલી આવતી માતાજીની પાવડી પૂજાને બંધ કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો બ્રહ્મ સમાજમાં પડ્યા હતા. આ સંદર્ભે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજ્ય સરકારને આવેદનપત્રો આપની રજૂઆત કરવામાં આવી હતી. અંતે કોરોના ગ્રહણ રાજ્યમાં ઓછું થતાં મંદિરમાં પાવડી પૂજાને મંજૂરી મળી ગઈ છે.


