અમદાવાદઃ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશના ચાર ન્યાયમૂર્તિઓની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ભલામણ કરી હતી. જુદી જુદી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક માટે પસંદ થયેલા ચાર પૈકીમાં બે ગુજરાત હાઇ કોર્ટમાં ન્યાયમૂર્તિ પદે રહી ચૂકેલા સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ અકીલ કુરેશી અને ડી. એન. પટેલનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. કે. શેઠ નિવૃત્ત થતાં તેમના સ્થાને ગુજરાત હાઇ કોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ અકીલ કુરેશીની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત દિલ્હી હાઇ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનન નિવૃત્ત થતાં તેમના સ્થાને ઝારખંડ હાઇ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ડી. એન. પટેલની નિમણૂક કરવામાં આવી છે.

