ગાંધીનગરઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી નિવૃત્ત થતાં અચલકુમાર જ્યોતિની આ પદે નિમણૂક થઈ છે અને છઠ્ઠી જુલાઈથી આ મહત્ત્વનું પદ તેઓએ સંભાળ્યું છે. જ્યોતિની ચારેક વર્ષ પહેલાં ગુજરાતના મુખ્ય સચિવ પદેથી નિવૃત્તિ બાદ એમને રાજ્યના વિજિલન્સ કમિશનર બનાવાયા હતા. હવે એમની ચૂંટણી કમિશનમાં કમિશનરપદે નિમણૂક કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનું પદ સંભાળવા માટે ૬૫ વર્ષની વયમર્યાદા થઈ છે એટલે જ્યોતિ જાન્યુઆરી-૨૦૧૮ સુધી મુખ્ય ચૂંટણી કમિશનર રહેશે. જે દરમિયાન તેમની દેખરેખમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત કેડરના આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા એ. કે. જ્યોતિ રાજ્યના ભૌગોલિક અને
રાજકીય સ્થિતિ વિશે ખાસ્સા પરિચિત છે.


