ગોધરા, ભરૂચઃ ૨૦૦૭માં થયેલા દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં ગોધરાના મુકેશ વસાણીનું નામ ખૂલતાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમ તેની ગોધરાથી ધરપકડ કરીને ૨૦૧૦માં જયપુર લઈ ગઈ હતી. છ વર્ષ બાદ આ કેસમાં મુકેશ વસાણી નિર્દોષ છૂટ્યો છે. જ્યારે ભરૂચ શહેરના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલને અજમેર બોમ્બ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષી કરાર કર્યો છે. ૧૬મી માર્ચે તેની સજા નક્કી થશે.

