અદાણી ડિફેન્સની સિદ્ધિઃ પોખરણમાં 4 એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇનું સફળ પરીક્ષણ

Tuesday 24th November 2026 08:52 EST
 
 

અમદાવાદઃ અદાણી ગ્રૂપની કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે રાજસ્થાનના પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં વાહન પર લગાવી શકાય તેવી બઘીરા-AT1 એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઇલ સિસ્ટમનું સફળ પ્રદર્શન કર્યું છે. ગયા ગુરુવારે યોજાયેલા આ પરીક્ષણમાં દિવસ અને રાત્રે નિશાન ભેદવાની ક્ષમતા, એક જ લેસર બીમ પર બે મિસાઈલ છોડવાની કવાયત તથા દૂરના હવાઈ લક્ષ્ય પર હુમલાની ક્ષમતા ચકાસાઇ હતી. આ પ્રદર્શન ભારતીય સેના, સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ નિહાળ્યું હતું.

બઘીરા-AT1ની વિશેષતા
• 8 કિમી: ટેન્ક જેવા સશસ્ત્ર વાહનોને નિશાન બનાવવાની ક્ષમતા.
• 10 કિમી: રેન્જ સુધી ગાઇડેડ એટેકને સપોર્ટ કરે છે.
• 2 મિસાઈલ: એક જ બીમ પર વારાફરતી બે મિસાઇલ બે છોડીને ટેન્કની સુરક્ષા વ્યવસ્થાને ભેદવાની ક્ષમતા.
• 12 મિસાઈલ: વાહન પર ઓટોમેટેડ લોન્ચરમાં 4 તૈયાર મિસાઈલ અને 8 રીલોડ કરીને રાખી શકાય છે.
• દિવસ-રાત: ટીવી અને થર્મલ ઈમેજિંગ સિસ્ટમથી નિશાનની ઓળખ અને ટ્રેકિંગ.
• લેસર ગાઇડેડઃ રેડિયો લિંક પર આધાર ન હોવાથી ઈલેક્ટ્રોનિક જામિંગ સામે વધુ પ્રતિરોધક.

સંરક્ષણ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી

નાણા વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન વિક્રમી રૂ. 1.78 લાખ કરોડે પહોંચ્યું છે. તેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધીને 24 ટકા એટલે કે આશરે રૂ. 42,000 કરોડ થયો, જે અગાઉના વર્ષે 22 ટકા હતો. સંરક્ષણ નિકાસ પણ વિક્રમી રૂ. 38,424 કરોડ નોંધાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter