રાજકોટઃ ઉચ્ચ વર્ગને અનામત આપવાના મુદ્દે ચાલતા આંદોલનમાં નવો અને મહત્ત્વનો વળાંક આવ્યો છે. કડવા પટેલોની સૌથી મોટી સંસ્થા ઉમિયાધામ સિસદર દ્વારા આ આંદોલનને ટેકો જાહેર થયો છે. સમાજના આગેવાનો એ જણાવ્યું હતું કે, જે પાટીદારો આંદોલન ચલાવે છે તેને અમારો સંપૂર્ણ ટેકો છે અને અનામત લઈને જ ઝંપીશું. બીજી બાજુ સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમિતિના આગેવાને ખોડલધામના ટ્રસ્ટીઓને સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યારે આંદોલન ચરમસીમા પર છે ત્યારે રાજકીય રોટલા શેકવા ઇચ્છતા ખોડલધામના આગેવાનોની મધ્યસ્થી અમને મંજૂર નથી. દૂધ અને દહીંમાં પગ રાખવાના બદલે નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. પાટીદાર યુવાનોને કોઈની મધ્યસ્થી મંજૂર નથી.