ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યમાં વિવિધ સમાજ-જ્ઞાતિઓ દ્વારા સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણની માગણીની થતી રજૂઆતો સાંભળવા તથા કેટલીક સંસ્થાઓ તરફથી અવારનવાર મળતી અનામતની માગણી સંદર્ભે પ્રધાનમંડળના સાત સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.
આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ સમિતિમાં પ્રધાનો રમણલાલ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુભાઈ બોખિરીયા તથા રાજ્ય પ્રધાન પ્રો. વસુબહેન ત્રિવેદી, નાનુભાઈ વાનાણી અને રજનીભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉચ્ચસ્તરીય સમિતિ જુદા જુદા સમાજ-સંગઠનોના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળીને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરશે.