અનુજ પટેલે અમેરિકામાં વૃદ્ધો સાથે ૫ લાખ ડોલરની છેતરપિંડી કરી

Friday 09th April 2021 06:59 EDT
 

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયામાં વસતાં અનુજ પટેલ નામના ગુજરાતી યુવકે વૃદ્ધ નાગરિકો સાથે ૫ લાખ ડોલરની છેતરિંપડી કરી હોવાનો આરોપ મૂકાયો છે. ૩૧ વર્ષના અનુજે અન્ય લોકો સાથે મળીને ૫ લાખ ડોલરથી વધુ રકમ પડાવી હોવાના કેસમાં તપાસ શરૂ થઈ છે. અનુજ મહેન્દ્રભાઈ પટેલ અને અન્ય આરોપીઓએ મળીને ફેડરલ એજન્ટ્સ હોવાનો ઢોંગ કર્યો હતો અને બોગસ વોરંટ્સ બતાવી વૃદ્ધ લોકોને ધરપકડનો ડર બતાવ્યો હતો.અનુજ પટેલે તપાસનીશ એજન્સીઓની પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તેમણે ઓછામાં ઓછા ૧૦ લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં મોટા ભાગના લોકો દોષિત હોવાનું આ ષડયંત્રકારીઓ જાણતા હતા. કેસની વધુ સુનાવણી ૨૮ જૂને થશે. આ કેસમાં અનુજ પટેલને મહત્તમ ૧૦ વર્ષની સજા થવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter