અમદાવાદઃ એસીબીના અધિકારીઓએ અમદાવાદ, ગોધરા, પંચમહાલ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, પાલનપુર, બનાસકાંઠા અને ઝાલોદમાં ૧૧ સરકારી અધિકારીઓને ત્યાં દરોડા પાડીને કુલ રૂ. ૧૨.૧૪ કરોડની અપ્રમાણસરની મિલકતો શોધી કાઢી છે. જેમાં સૌથી વધુ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, ગાંધીનગરના જોઇન્ટ કમિશનર યોગેશ ચૌહાણ રૂ. ૫૦ લાખ અને પંચમહાલની નગરનિયોજનક કચેરીના સર્વેયર હરીશ વણઝારાની રૂ. ૪.૧૨ કરોડની અપ્રમાણસરની મિલકત ઉપરાત બીજા અન્યની રૂ. ૨.૭૦ કરોડની બેનામી મિલકતો શોધી કાઢવામાં આવી છે. એસીબીના વડાને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની વૈભવી જીવનશૈલી અને તેમની આવક કરતાં વધુ મિલકતો હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના આધારે સર્ચ ઓપરેશન થયું હતું.

