ગાંધીનગર: અમદાવાદથી રાજકોટની જેમ અમદાવાદથી દિલ્હી સુધીની હાઇસ્પીડ ટ્રેન દોડાવવાની યોજના સાકાર થવા જઇ રહી છે. જો આ ટ્રેન શરૂ થશે તો અમદાવાદથી દિલ્હી માત્ર ૩.૫ કલાકમાં પહોંચી શકાશે. આ હાઇસ્પીડ ટ્રેન માટે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી હિંમતનગરને બીજું સ્ટેશન મળશે.
હાઇસ્પીડ કોરિડોરમાં ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકના ૩૫૦ કિલોમીટરની અને સરેરાશ સ્પીડ ૨૫૦ કિલોમીટરની હશે. આ કોરિડોરની લંબાઇ ૮૮૬ કિલોમીટર છે જેમાં બન્ને મેટ્રો સિટી વચ્ચે ૧૪ સ્ટેશન બનશે. ગુજરાતના ગાંધીનગર અને હિંમતનગર પછી રાજસ્થાનના ઉદેપુર, ભીલવાડા, ચીત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, નિમરાના, રેવાડી, માનેસર, ગુરૂગ્રામમાં સ્ટેશન બનાવાશે. અમદાવાદમાં એક અને દિલ્હીમાં સંભવિત બે સ્ટેશન રહેશે.