અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોને કસ્ટમ ક્લિયરન્સ માટે હવે લાંબી કતારમાં ઉભું રહેવું પડશે નહીં. કસ્ટમ વિભાગે એરપોર્ટ માટે પાંચ નવા બેગેજ સ્ક્રિનિંગ મશીનો મૂકવાનો નિર્ણય કર્યો છે. મહિનાના અંત સુધીમાં દિલ્હીથી આ મશીનો અમદાવાદ આવી જશે તેમ મનાય છે.
હાલ ઇન્ટરનેશનલ એરાઇવલ બિલ્ડિંગમાં માત્ર બે જ બેગેજ સ્ક્રિનિંગ મશીનો છે. હવે વધુ પાંચ મશીનો લાગી જતાં કુલ સાત મશીન પર બેગેજ સ્ક્રિનિંગ શક્ય બનશે. આમ થવાથી મોડી રાત્રિના સમયે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના પેસેન્જરોનું ઝડપથી કસ્ટમ ક્લિયરન્સ થઇ શકશે. હાલમાં પાંચ કન્વેયર બેલ્ટ પર પેસેન્જરોને સામાન આવી રહ્યો છે. ઉપરાંત, બેગેજ સ્ક્રિનિંગ માટે ટ્રોલી લઇને ઉભા રહેવું પડે છે તે સમસ્યા દૂર થઇ જશે. શંકાસ્પદ પેસેન્જર પર નજર રાખવા માટે એરપોર્ટ કસ્ટમમાં નવા પાંચ અધિકારીઓની નિમણૂક કરાઇ છે.


