અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ (એસોસિએશન)ના વર્ષ ૨૦૧૫-૨૦૧૭ના બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક થઈ છે. જેમાં પ્રમુખ તરીકે અજીતભાઈ આર. શાહ (અજીત એડ્સ), ઉપપ્રમુખ તરીકે પીનલભાઈ એ. શાહ (શાર્પ મીડિયા સર્વિસીસ) નિયુક્ત થયા છે.
અન્ય હોદ્દેદારોમાં સેક્રેટરી પ્રશાંતભાઈ પી. નારેચાણીઆ (વર્ધમાન એડવર્ટાઇઝિંગ), જોઇન્ટ સેક્રેટરી મનીષભાઈ પી. ગાંધી (પી. ગૌતમ એન્ડ કું.), ખજાનચી જગતભાઈ બી. ગાંધી (દીપ્તી એડ્સ) તથા કારોબારી સભ્યો સંદીપભાઈ એન. શાહ (અમોલા એડવર્ટાઇઝિંગ), રાજેન્દ્રભાઈ એસ. સોની (પૂર્ણિમા એડ્સ), હેમેન્દ્રભાઈ સી. શાહ (એડકોમ એડવર્ટાઇઝિંગ), અજયભાઈ એમ. કાપડિયા (સ્વસ્તિક એડ્સ), હર્ષદભાઈ જે. શાસ્ત્રી (યુનાઈડેટ પબ્લિસિટી), પ્રવિણભાઈ જે. ખત્રી (કુણાલ એડવર્ટાઇઝિંગ), અશોકભાઈ એમ. વ્યાસ (કેતન પબ્લિસિટી), સમીરભાઈ એન. શાહ (આદિશ્વર એડવર્ટાઇઝિંગ), અર્પિતભાઈ આર. શાહ (અર્પિત એડ્સ), જીગરભાઈ બી. શાહ (જ્યુપીટર પબ્લિસિટી), ભદ્રેશભાઈ બી. ગાંધી (ક્રિષ્ણા કોમ્યુનિકેશન), પ્રદિપભાઈ એસ. મહેતા (વૃષ્ટી કોમ્યુનિકેશન)નો સમાવેશ થાય છે.