અમદાવાદ એર પોર્ટ પર અફરા તફરીથી મુસાફરો પરેશાન

Thursday 08th March 2018 05:52 EST
 
 

અમદાવાદ: હાલમાં અમદાવાદના એર પોર્ટના રન-વેનું સમારકામ ચાલી રહ્યું છે માટે સવારે ૧૦થી સાંજે ૭ સુધી એર પોર્ટ પર ફ્લાઇટનું આવાગમન બંધ છે. જેને લઇને સાંજે સાત વાગ્યેથી વધુ ફ્લાઇટસ લેન્ડ થાય છે. હવે આ એર ટ્રાફિક અને વધારાના મુસાફરો માટે કોઇ જ વ્યવસ્થા ન કરાઇ હોવાથી મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. જોકે આ હાલાકી આગામી ૧૫મી એપ્રિલ સુધી યથાવત રહે તેમ લાગી રહ્યું છે.
એક તરફ અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક કનેક્ટિવિટી સતત વધી રહી છે. ત્યારે જ છેલ્લા ઘણા સમયથી ખરાબ રન-વેની ફરિયાદને લઇને એર પોર્ટ ઓથોરિટીએ રન-વેનું સમારકામ શરૂ કરાવ્યું છે. જે દોઢ મહિના સુધી એટલે કે ૧૫મી એપ્રિલ સુધી ચાલશે. તેવું એર પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.
સમારકામને લઇને સવારે ૧૦થી સાંજે ૭ સુધી રન-વે બંધ રહે છે. આ સમયમાં અમદાવાદ આવતી લગભગ ફલાઈટ્સના શિડ્યુઅલમાં ફેરફાર કરાયા છે અને સાંજે સાત વાગ્યે રન-વે કાર્યરત થતાં ઘણી બધી ફ્લાઇટ વારાફરથી લેન્ડ થવાથી પ્રવાસીઓને મુશ્કેલી ઊભી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter