અમદાવાદ એર પોર્ટ પર પેસેન્જરોને ફ્લાઈટના સમયે એલર્ટ કરવા વાઇબ્રેશન એલાર્મ મુકાયા

Thursday 15th February 2018 02:16 EST
 
 

અમદાવાદ: અમદાવાદ ડોમેસ્ટિક એર પોર્ટ પર પેસેન્જર ફેસેલિટી ધ્યાનમાં લઇને મહત્ત્વના ફેરફારો આવતા મહિનામાં થઇ રહ્યા છે. ડોમેસ્ટિક ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડીંગની અંદરનો સિક્યોરિટી એરિયા તોડીને નવો બનાવાશે. ડોમેસ્ટિક એર પોર્ટની કાયાપલટ થઇ જશે તેવા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ટેન્ડર પ્રકિયા શરૂ થઇ ગઇ છે. મુંબઇ અને દિલ્હી એર પોર્ટની કાયાપલટ કરનાર કોન્ટ્રાકટર સાથે વાટાઘાટો ચાલુ છે.
નવા ફેરફારો મુજબ ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડીંગના ડિપાર્ચર એરિયામાં એરલાઇન્સ કંપનીઓના કાઉન્ટર બહુ ઓછા છે જેના કારણે પેસેન્જરોને લાઇનમાં ઉભા રહેવું પડે છે. બોર્ડીંગ પાસ મળી ગયા પછી સીઆઇએસએફની સિકયોરિટીમાંથી પસાર થવા માટે પણ લાઇનમાં ઉભા રહેવું પડે છે જેના કારણે પેસેન્જરો મુશ્કેલીમાં મુકાય છે. સિકયોરિટી એરિયા ક્રોસ કર્યા પછી પેસેન્જરો ફ્લાઇટની રાહ જોઇને બેઠા હોય છે ફ્લાઇટ મોડી પડે તો ત્યાં બેસવાની જગ્યા હોતી નથી જેથી મોટાભાગના પેસેન્જરો ઉભા રહેવું પડે છે. સિક્યોરિટી એરિયાથી પેસેન્જર લોન્જ સુધીનો એરિયા તોડીને નવો બનાવવામાં આવશે જેમાં એર પોર્ટની અંદરની સાઇડ નવુ બાંધકામ કરીને એરિયા મોટો કરવામાં આવશે. નવા એરિયામાં પેસજરો માટે તમામ પ્રકારની ફેસેલિટી રહેશે જેવી ફેસેલિટી દિલ્હી અને મુંબઇના ટર્મિનલ બિલ્ડીંગમાં અનેક ખાનગી એરલાઇનસ કંપનીઓની છે તેવી જ રહેશે. ખાનગી કંપની સાથે એર પોર્ટ ઓથોરિટી નવું કામ પેસેન્જરો માટે કરશે.
એરલાઇન્સ કંપનીઓની ૧૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ થાય છે. એરલાઇન્સ કંપનીઓના કાઉન્ટરોમાં વધારો થશે. પેસેન્જરો સોફામાં ફ્લાઇટની રાહ જોઇને સૂઇ ગયા હશે તો સોફામાં પહેલેથી વાઇબ્રેશન એલાર્મ સિસ્ટમ સેટ કરીને સૂઇ શકશે. ફ્લાઇટનો ટાઇમ થશે એટલે વાઇબ્રેશનના કારણે પેસેન્જર જાગી જશે તેવી ટેકનોલોજી આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter